એડવાઇઝરી સ્ટોક પોર્ટફોલિયોમાં રોકાણ.

એડવાઇઝરી સ્ટોક પોર્ટફોલિયોમાં રોકાણ.

આપણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (પીએમએસ) થી માહિતગાર છીએ કે જ્યાં ફંડ મેનેજર દ્વારા રોકાણકારના ઇક્વિટી શેરના પોર્ટફોલિયોનું સંચાલન કરવામાં આવે છે. જુદા જુદા પી.એમ.એસ. પાસે વિવિધ પ્રકારના પોર્ટફોલિયો ધરાવે છે જેમ કે ફ્લેક્સિકેપ, મલ્ટીકેપ, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અથવા થેમેટીક પોર્ટફોલિયો. પરંતુ તાજેતરમાં પીએમએસ માટે લઘુતમ રોકાણની મર્યાદા વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે.
એડવાઇઝરી સ્ટોક પોર્ટફોલિયોસ એ એક એવો વિકલ્પ છે કે જ્યાં રોકાણની ન્યૂનતમ રકમ રૂ. ૩ થી ૫ લાખ હોય છે અને તેમાં દેશના કેટલાક શ્રેષ્ઠ અને સફળ ફંડ મેનેજરો દ્વારા રોકાણની સલાહ આપવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે.:
એબેક્કુસ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર (શ્રી સુનીલ સિંઘાનિયા ના નેજા હેઠળ ચાલુ કરવામાં આવેલ કે જેઓ પ્રારંભમાં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના સી.આઈ.ઓ. હતા) અને નાર્નોલિયા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ જેવા પ્રતિષ્ઠિત રોકાણ સલાહકાર દ્વારા ઓફર કરવામાં આવેલા આ ઇક્વિટી સ્ટોક પોર્ટફોલિયો છે.
⭕ આ ઇક્વિટી પોર્ટફોલિયો અલગ ડીમેટ એકાઉન્ટમાં રાખવામાં આવે છે અને ટ્રેડિંગ ખાતું ખાસ કરીને આ રોકાણ માટે સંબંધિત રોકાણ સલાહકારો સાથે જોડાયેલા બ્રોકર સાથે ખોલવામાં આવે છે.
⭕ ખાતું ખોલવાની પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વગર સંપૂર્ણપણે સરળ અને પેપરલેસ છે.
⭕ આ પોર્ટફોલિયોની નિયમિતરીતે સક્રિયપણે દેખરેખ રાખવામાં આવે છે અને તેમાં કરવાના થતા ફેરફારોની જાણ રોકાણકારને ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવે છે. રોકાણકારે સામાન્ય રીતે એક ક્લિક દ્વારા આ ફેરફારો મંજૂર કરવાના હોય છે.
ઓફર કરેલા વિવિધ સ્ટોક પોર્ટફોલિયો અલગ અલગ થીમ પર આધારિત હોય છે કે જે રોકાણકારોને વિશાળ પસંદગી આપે છે.
⭕ આ પોર્ટફોલિયો પર લેવામાં આવતી મેનેજમેન્ટ ફી અન્ય રોકાણના વિકલ્પો જેવી જ છે. રોકાણકાર કોઈ પણ જાતના એક્ઝિટ લોડ વગર આ સલાહકાર પોર્ટફોલિયોની સેવાઓ બંધ કરી શકે છે. રોકાણકારનો પોર્ટફોલિયો પહેલેથી જ તેના પોતાના નામ પર હોય છે જેને તે પોતાની પાસે રાખી શકે છે.
⭕ રોકાણકાર આ પોર્ટફોલિયોમાં ઉમેરો કરી શકે છે અથવા ન્યૂનતમ રોકાણની રકમ રાખ્યા પછી આ પોર્ટફોલિયોમાંથી રકમ પણ ઉપાડી પણ શકાય છે.
હાલમાં ઓફર કરવામાં આવેલા સ્ટોક પોર્ટફોલિયો તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં પણ વધુ સારું વળતર આપી રહ્યા છે.
આ સાથે ઉપલબ્ધ ૫ (પાંચ) જુદા જુદા પોર્ટફોલિયોની વિગત અલગ પી.ડી.એફ. ફાઈલમાં જોડેલ છે.
Narnolia four Investment Advisory Portfolios
Abakkus Smart Flexi Cap Portfolio
દેશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફંડ મેનેજરો દ્વારા સલાહ આપવામાં આવેલા પોર્ટફોલિયો માં સીધા જ શેરોમાં રોકાણ કરવા માટેના વિકલ્પ સંબંધિત કોઈપણ વિગતો માટે અમારો આજે જ સંપર્ક કરો
સંપર્ક
મોબાઈલ: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૯૩૭૭૩ ૩૫૯૫૯
ઈમેઈલ: vrm@ashutoshfinserv.com
આશુતોષ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસ
આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા.લિ. ની સર્વિસીસ
•રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
ડિસ્ક્લેમર: આ સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા સ્કીમ સંબધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print