લાંબાગાળાના સવિશેષ વળતર માટે ઇક્વિટી (શેર બજાર) આધારિત વિકલ્પમાં રોકાણ કરો

લાંબાગાળાના સવિશેષ વળતર માટે ઇક્વિટી (શેર બજાર) આધારિત વિકલ્પમાં રોકાણ કરો

લાંબાગાળાના સવિશેષ વળતર માટે ઇક્વિટી (શેર બજાર) આધારિત વિકલ્પમાં રોકાણ કરો
ભારતમાં ઇક્વિટી(શેર) બજારે છેલ્લા કેટલાક મહિનામાં ખૂબ જ આકર્ષક વળતર આપ્યું છે. ઇક્વિટી માર્કેટમાં એક સામાન્ય અવલોકન છે કે આ સમયગાળામાં ઘણા લોકો શેરબજાર તરફ આકર્ષાય છે અને દલાલો, મિત્રો વગેરેની ટીપ્સ દ્વારા કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે.
ઇક્વિટી માર્કેટ સ્થિરતા અથવા ઘટાડાનાં મોડમાં પ્રવેશતાં, આ રોકાણકારો શેરબજારના વૃદ્ધિ ના સમયગાળા દરમિયાન ખરીદેલા શેરોમાં ફસાય જાય છે, જેનાથી ઇક્વિટી માર્કેટનો ખરાબ અનુભવ થાય છે અને શેરબજારમાં કાયમી ધોરણે રોકાણ કરવાનો વિશ્વાસ ગુમાવે છે.
ઇક્વિટી (શેર) માર્કેટમાં રોકાણ કરવા ઇરછતા તમામ રોકાણકારો માટે સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સ મારફત રોકાણ કરવું એ સૌથી સલાહભર્યું છે.
એવા ઘણાં માર્ગો અથવા પ્રોડકટસ છે કે જેના દ્વારા ઇક્વિટી આધારિત રોકાણમાં રોકાણ કરી શકાય છે. તેના માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ:
➡️ સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સ એટલે શું?
સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સ એ ઇક્વિટી (શેર બજાર) માં સ્ટ્રક્ચર્ડ અને શિસ્તબદ્ધ રીતે રોકાણની પદ્ધતિ છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (પીએમએસ) એ સૌથી વધુ પસંદ કરેલા અને વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતા રૂટ્સ છે. આ રૂટ્સ હેઠળના રોકાણોમાં ઇક્વિટી શેરના પોર્ટફોલિયોમાં રોકાણ કરવામાં આવે છે તેમાં વ્યક્તિગત શેરો અને નાણાકીય બજારોના સંશોધન અને વિશ્લેષણ સાથે અનુભવી ફંડ મેનેજરોની ટીમ દ્વારા સંચાલન કરવામાં આવે છે.
➡️ સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સમાં રોકાણ કરવા માટેની આદર્શ સમય મર્યાદા એટલે શું?
સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટના વાસ્તવિક મુલ્યાંકન માટે ઓછામાં ઓછો ૫ વર્ષનો સમયગાળો આવશ્યક છે. તે પહેલાં તેનું વિશ્લેષણ અને સરખામણી અયોગ્ય છે અને તે યોગ્ય વિકલ્પ નથી.
વર્તમાન સમયમાં, આધુનિક ટેકનોલોજીને લીધે રોકાણકારોને દૈનિક ધોરણે રોકાણના મૂલ્યાંકન જોઈ શકે છે. તેના કારણે, રોકાણકારો ટૂંકાગાળાના સમયગાળામાં ધ્યાનમાં લઇ વળતરનું મૂલ્યાંકન કરતા હોય છે અને અસ્થિર ઇક્વિટી બજારોને ધ્યાનમાં લેતા ઇક્વિટી પ્રોડકટસની કામગીરીથી ઘણી વખત નાખુશ હોય છે.
➡️ યોગ્ય ઇક્વિટી પ્રોડકટસ થકી સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું?
અનુભવી નાણાકીય સલાહકારો દ્વારા યોગ્ય એસેટ ફાળવણી સાથે સારી ગુણવત્તાવાળા મ્યુચ્યુઅલ ફંડ્સ અને પીએમએસની પસંદગી થવી મહત્વની છે.
આ રોકાણો ઘણા ઉતાર-ચડાવથી પસાર થવા માટે બંધાયેલા છે. ઇક્વિટીમાં સંપત્તિ બનાવવા માટે આ સમયગાળા દરમ્યાન ધીરજ રાખવી એ એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે.
ઇક્વિટી રોકાણના પોર્ટફોલિયોનું સમયાંતરે નિયમિત રીતે મૂલ્યાંકન થવું જરૂરી છે અને જ્યારે જરૂરી જણાય ત્યારે ઇક્વિટી પ્રોડક્ટ કામગીરી કરવા માટે પૂરતો સમય આપીને ઇક્વિટી ક્લાસની અંદર એક પ્રોડક્ટમાંથી બીજી પ્રોડક્ટમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ.
સીધા ઇક્વિટી(શેર)નું રોકાણ અને સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટની સરખામણી લાંબા સમયગાળામાં થવી જોઈએ. ટૂંકાગાળાની ગતિવિધિઓ ધ્યાનમાં લઇ નિર્ણય લેવો એ અવિચારી નિર્ણય હોઈ શકે છે.
➡️ ગહન અનુભવ, સંશોધન અને વિશ્લેષણ સાથે સમર્થિત સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સના રોકાણો માટે
સંપર્ક કરો:
મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯
ઈમેલ : info@ashutoshfinserv.com
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print