ટેક્સ કલેકટેડ એટ સોર્સ (TCS) ની તા. ૦૧/૧૦/૨૦૨૦ થી લાગુ થયેલ જોગવાઈ ની સરળ સમજણ

ટેક્સ કલેકટેડ એટ સોર્સ (TCS) ની તા. ૦૧/૧૦/૨૦૨૦ થી લાગુ થયેલ જોગવાઈ ની સરળ સમજણ

ઇન્કમટેક્સ કાયદા હેઠળ ત્રણ પ્રકારના વ્યવહારો માં TCS ની જોગવાઈઓં લાગુ કરવામાં આવેલ છે. TCS ની જોગવાઈઓ જે કોઈ રકમની ચુકવણી કરવામાં આવે તેના પર લાગુ પડશે એટલે કે ચુકવણી ની રકમમાં TCS ની જે – તે  ટકાવારી મુજબની રકમ ઉમેરી આપવાની રહેશે.
TCS તરીકે લેવામાં આવતી રકમ જેમણે ચૂકવેલ હોય તેને TDS ની જેમ પોતાને ભરવાના થતા ઇન્કમટેક્ષ સામે ટેક્સ બાદ મળી જાય છે.
TCS અંગે એવી ગેરસમજણ પ્રવર્તી રહેલ છે કે TCS ને લીધે વધારાની ઇન્કમટેક્ષ ની જવાબદારી ઉભી થયેલ છે પણ હકીકતે ઇન્કમટેક્ષ વિભાગ આ પ્રકારના નાણાંકીય વ્યવહારો ઉપર નજર રાખવા માટે આ જોગવાઈ અમલમાં લાવેલ છે. TCS ભરવાપાત્ર ટેક્સમાંથી બાદ મળી જતો હોય વધારાની ટેક્સ ની જવાબદારી ઉભી થતી નથી.
આ નવી આવેલી ટીસીએસની જોગવાઇઓની વિસ્તૃત સમજણ નીચે મુજબ આપેલી છે.
(અ)રૂ. ૫૦ લાખથી વધારેના માલના વેચાણ ઉપર કરવામાં આવેલ ટીસીએસની જોગવાઈ
પાછલા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન આપની પેઢીનુ વાર્ષિક ટર્નઓવર ૧૦ કરોડ થી વધારે હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ એક પાર્ટીને તમે રૂ. ૫૦ લાખથી વધુનું વેચાણ કરેલ હોય અને તેનું પેમેન્ટ તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી મળેલ હોય ત્યારે રૂ. ૫૦ લાખથી ઉપરની જે રકમ મળે તેના પર ૦.૦૭૫% (તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી ૦.૦૭૫% ત્યારબાદ ૦.૧%)  ટીસીએસ ઉમેરીને પેમેન્ટ લેવાનું રહેશે એટલે કે રૂ. ૫૦ લાખથી વધારે નું વેચાણ કોઈ એક પાર્ટી ને કરેલ હોય તો જ આ જોગવાઈ લાગુ પડશે અને ટીસીએસ ની ગણતરી માટેની રૂ. ૫૦ લાખની મર્યાદા આખા નાણાંકીય વર્ષ માટેની છે .એક બાબત અંગે ખાસ ધ્યાન દોરવાનું કે ટીસીએસ ભરવાની જવાબદારી બીલ બને ત્યારે નથી પણ પેમેન્ટ મળે ત્યારે ઉભી થાય છે.
માલના વેચાણ પર ટીસીએસની જવાબદારી અંગેની વિસ્તૃત સમજણ આપવાના ભાગરૂપે અમોએ પ્રશ્ન જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો આપેલા છે જે નીચે મુજબની લીંક પર ઉપલબ્ધ છે.
લીંક: https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2020/10/TCS-FAQs-in-Gujarati-Ashutosh-Financial-Services-Pvt.-Ltd.-1.pdf
(બ)વિદેશ પ્રવાસના હેતુસર કરવામાં આવતા ખર્ચ પર ટીસીએસની કરવામાં આવેલી જોગવાઈ:
વિદેશના પ્રવાસના હેતુસર ટ્રાવેલ, હોટેલ લોજિંગ તેમજ બોર્ડીંગ કે અન્ય ખર્ચનો સમાવેશ થતો હોય તેવા ઓવરસીઝ ટુર પ્રોગ્રામ, પેકેજ નું કોઈપણ ટુર ઓપરેટર દ્વારા વેચાણ કરવામાં આવે તો તેને ખરીદનાર પાસેથી વસુલ કરવામાં આવતી રકમ પર ૫% લેખે ટીસીએસની વસુલાત કરવાની રહેશે.
(ક)વિદેશમાં નાણાં મોકલતા સમયે ટીસીએસની વસુલાત ની કરવામાં આવેલ જોગવાઈ :
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની લીબરલાઈઝડ રેમીટન્સ સ્કીમ(LRS) અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ એક નાણાંકીય વર્ષ દરમ્યાન વિદેશમાં રૂ. ૭ લાખથી વધુ રકમ રોકાણ, ગીફ્ટ અને મેઈન્ટેનન્સ પેટે મોકલવામાં આવે તો તેવી રેમીટન્સની રકમ પર ૫% ના દરે ટીસીએસની વસુલાત કરવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અમુક સમાચાર માધ્યમો માં આ TCS ની જોગવાઈઓં નોન રેસીડેન્ટ ઇન્ડિયન(NRI) ને લાગુ પડશે તેવું પ્રકાશિત કરવામાં આવ્યું છે જે અંગે ધ્યાન દોરવાનું કે હકીકતમાં આ જોગવાઈ ફક્ત રહેવાસી ભારતીયોને જ લાગુ પડશે કે જેમાં લીબરલાઈઝડ રેમીટન્સ સ્કીમ(LRS) અંતર્ગત બહાર નાણાં મોકલાવવામાં આવે છે.  નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) તેમની ૧ મિલિયન ડોલર ની સ્કીમ અંતર્ગત અને NRO ખાતા માંથી NRE ખાતા માં નાણાં ટ્રાન્સફર કરી અથવા NRE ખાતામાંથી સીધાજ વિદેશ નાણાં મોકલે તો તેમાં TCS વસુલવાની જોગવાઈ લાગુ પડતી નથી.
વધુ વિગત માટે સંપર્ક કરો:
મોબાઈલ નં. +૯૧ ૯૩૭૬૯ ૬૨૨૪૪ / ૭૦૪૩૫ ૨૪૨૪૨
ઈમેઈલ : lawserve@ashutoshfinserv.com
અમોને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Ashutoshfinserv  યુ –ટ્યુબ ચેનલ અને FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDINઅમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print