ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ દરેક માટે ઇન્કમ ટેક્ષ કાયદામાં ફેરફાર અંગેની ખુબ અગત્યની જાણકારી

ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ દરેક માટે ઇન્કમ ટેક્ષ કાયદામાં ફેરફાર અંગેની ખુબ અગત્યની જાણકારી

ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ દરેક માટે ઇન્કમ ટેક્ષ કાયદામાં ફેરફાર અંગેની ખુબ અગત્યની જાણકારી
નાણાકીય ખરડો ૨૦૨૧ માં આવકવેરા કાયદાના ચેરીટેબલ ટ્રસ્ટના સંદર્ભમાં મહત્વના સુધારા ૦૧ એપ્રિલ ૨૦૨૧થી, નીચે મુજબના સુચવેલ છે:
➡️ ચેરિટેબલ ટ્રસ્ટ્સ “કોર્પસ ડોનેશન” તરીકે દાન સ્વીકારે છે જેને આવક તરીકે ગણવામાં આવતું નથી અને તેથી આ દાનને કરમુક્ત આવક તરીકે દાવો કરવા માટે ટ્રસ્ટના હેતુ માટે ખર્ચ (આવક ઉપયોગ) કરવાની જવાબદારી નથી.
સૂચિત સુધારાઓ હેઠળ કરમુક્ત આવક “કોર્પસ ડોનેશન” તરીકે દાવો કરાયેલા તમામ “કોર્પસ ડોનેશન” ની રકમનું આવકવેરા કાયદાની કલમ 11(5) મુજબ એક અથવા વધારે જગ્યાએ ડીપોઝીટ અથવા રોકાણ કરવું પડશે. જો ઉપર જણાવેલ કલમ 11(5) ના રોકાણોમાં “કોર્પસ ડોનેશન” ની રકમનું રોકાણ ન કરાય તો “કોર્પસ ડોનેશન” ને કરમુક્ત આવક તરીકે ગણવામાં આવશે નહીં.
➡️ સૂચિત સુધારાઓ હેઠળ એકવાર દાન માટે “કોર્પસ ડોનેશન” હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યાર બાદ આ ભંડોળમાંથી ટ્રસ્ટના હેતુ માટે ખર્ચવામાં આવેલી કોઈપણ રકમ (આવકનો ઉપયોગ) આવકની વપરાશ તરીકે માન્ય રહેશે નહીં. આ “કોર્પસ ડોનેશન” કરપાત્ર થઈ જાય છે તેથી ટ્રસ્ટે આ “કોર્પસ ડોનેશન” ઉપર ઇન્કમ ટેક્ષ ભરવો પડશે.
➡️ સૂચિત સુધારાઓ હેઠળ જયારે ટ્રસ્ટ *કોર્પસ ડોનેશનની રકમ આવકવેરા કાયદાની કલમ 11(5) મુજબ જમા કરે અથવા રોકાણ કરે ત્યારે આવી રકમનું રોકાણ કરવામાં આવેલી રકમ (આવકનો ઉપયોગ) ટ્રસ્ટના હેતુ માટે ઉપયોગ થયેલ ગણાશે. પરંતુ જે ઇન્કમ ટેક્ષ આગળ ભરેલ હશે તે રીફંડ મળશે નહિ.
➡️ જયારે ટ્રસ્ટે વર્ષ દરમ્યાન આવક કરતા વધારે ખર્ચ કરેલ હોય ત્યારે “આવક કરતા વધારે વાપરેલ રકમ”ને આગળના વર્ષમાં ખેંચવાની મંજુરી આપવામાં આવી હતી. સૂચિત સુધારાઓ હેઠળ ટ્રસ્ટ ચાલુ વર્ષની “આવક કરતા વધારે વાપરેલ રકમ” અથવા ખાધ ને હવે પછીના વર્ષની આવકની સામે બાદ લઇ શકશે નહિ. તેમજ અગાઉના વર્ષની ખાધ જે આગળ ના વર્ષથી ખેંચાઈ આવેલ છે તે પણ બાદ લઇ શકાશે નહિ.
➡️ જયારે ટ્રસ્ટ ઉધાર રકમ (લોન) લઇને તેને ટ્રસ્ટના હેતુ માટે વાપરતું હતું ત્યારે તેને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે દર્શાવવામાં આવતું હતું અને જયારે ટ્રસ્ટ દ્વારા ઉધાર રકમ (લોન) પરત કરવામાં આવતી હતી ત્યારે ફરીથી તે રકમને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે દર્શાવવામાં આવતી હતી.
સૂચિત સુધારાઓ હેઠળ જ્યારે ટ્રસ્ટ ઉધાર રકમ (લોન) લઇને તેને ટ્રસ્ટના હેતુ માટે વાપરશે ત્યારે ટ્રસ્ટ તેને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે ગણી શકશે નહિ. જયારે ટ્રસ્ટ જેટલી ઉધાર રકમ (લોન) પરત કરશે ત્યારે ટ્રસ્ટ તેટલી રકમને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે ગણી શકશે.
Contact: +91 93769 62244
Email: lawserve@ashutoshfinserv.com
Follow us using Ashutoshfinserv at Facebook, Instagram , Youtube , Twitter & Linkedin to receive all the latest information from finance world.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print