વર્ષ ૨૦૨૦ માંથી મળેલ શિખ… “વીમાથી સુરક્ષિત રહો”, નવા વર્ષ ૨૦૨૧માં અમલ માં મુકવાનું ભૂલતા નહિ.
આપણને હંમેશા કહેવામાં આવ્યું છે કે જીવન, આરોગ્ય અને મિલકતનો વીમો હોવો ખુબજ જરૂરી છે. એ ૨૦૨૦ ના બનાવોથી સ્પષ્ટ પણે સંદેશ મળે છે કે “વિમાં થી સુરક્ષિત રહો”, નહીતો આવા બનાવો તમને જ નહિ પરંતુ તમારા પરિવાર ને પણ દુખી અને આર્થીક રીતે પાયમાલ કરી શકે છે. તમો બધાની જીંદગી અને મિલકત ને જોખમમાં મૂકી શકે છે. આમ આપણને ૨૦૨૧માં વીમો લેવાનું કાર્ય અમલ માં મુકવું જ રહ્યું.
અહી જુદા જુદા વીમાના પ્લાનની માહિતી આપેલ છે. દરેકે તેની જાણકારી લેવી જોઈએ અને પોતાની જરૂરિયાત પ્રમાણે ના વીમા લેવા જોઈએ:
➡️ જીવન વીમો:
ટર્મ પ્લાન:
ટર્મ પ્લાન દ્વારા નાની રકમનું પ્રીમીયમ ચૂકવી, મોટી રકમ નો જીવન વીમો લઇ શકાય છે. આ અનિશ્ચિતતા ના સમય માં દરેક કે જેની ઉપર કુટુંબની નાણાકીય જવાબદારી છે, તેને આ વીમો લઇ પોતાના કુટુંબને આર્થિક સલામતી આપવી જોઈએ.
યુલીપ પ્લાન:
કોઈએ પણ પોતાના કુટુંબને આર્થિક સલામતી આપવાનો આ એક સુંદર માર્ગ છે. આ પ્લાન હેઠળ ઘણા વિકલ્પો દ્વારા રોકાણ અને વિમાનો લાભ મેળવી શકાય છે. આ પ્લાનની એક આકર્ષક સગવડ એ છે કે જુદા જુદા વિકલ્પો માં ટેક્સ ચૂકવ્યા વગર ફંડ ટ્રાન્સ્ફર કરી શકાય છે. તે વિમિત વ્યક્તિ ની ગેર હાજરી માં તેના કુટુંબને એક મોટી રકમ પૂરી પાડે છે.
ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન:
તમારી રકમ, ખુબજ સરસ વળતર સાથે ઘણા બધા વિકલ્પો થી પરત મેળવવા માટેનો આ એક શ્રેષ્ઠ પ્લાન છે. આ પ્લાન દ્વારા આપ વીમાની સાથે સાથે લાંબા સમય સુધી ગેરેન્ટેડ ટેક્સ ફ્રી વળતર, પેન્શન સ્વરૂપે મેળવવા માટેનું આયોજન કરી શકો છો.
➡️ આરોગ્ય વીમો:
મેડીકલેઇમ પોલીસી:
વીતેલું વર્ષ આપણા નાજુક આરોગ્ય અંગેનો એક પાઠ શીખવાડી ગયુ. કોઈ પણ ગમે ત્યારે જીવલેણ રોગ માં સપડાઈ શકે છે. અને તે માટે દરેકને પોતાનો આરોગ્યનો વીમો હોવો જ જોઈએ.
મુસાફરી નો વીમો:
જો કોઈએ વિદેશ પ્રવાસ કર્યો હશે અને તે ત્યાં અટવાઈ ગયા હોય ત્યારે ઘર થી દુર વિદેશમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. પણ જો તેણે મુસાફરીનો વીમો લીધો હશે તો તેને ઘણી આર્થિક મદદ મળી હશે અને સુરક્ષિત લાગણી અનુભવી હશે. તેથી મુસાફરી કરો ત્યારે મુસાફરીનો વીમો લેવો ખુબજ જરૂરી છે.
ગ્રુપ આરોગ્યનો વીમો:
સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે બધી જ સંસ્થાએ, દરેક કર્મચારીનો આરોગ્યનો વીમો લેવો ફરજીયાત છે. ગ્રુપ આરોગ્યનો વીમો એ આ માટેનો એક યોગ્ય વિકલ્પ છે. તેના દ્વારા કોઈ સંસ્થા વ્યાજબી ખર્ચે સારો આરોગ્ય વીમો તેના કર્મચારીને પૂરો પાડી શકે છે.
➡️ સામાન્ય વિમાઓ:
વાહનોના વીમા:
પાછલા વર્ષમાં ટ્રાફિકના કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. વાહનોનો વીમો એ કાયદા દ્વારા ફરજીયાત કરવામાં આવેલ વીમો છે. જો આ વીમો ના લીધેલ હોય તો મોટી રકમનો દંડ ભરવો પડે છે. આ વીમા દ્વારા વીમો લેનાર તથા વાહન થી સામે વાળા વ્યક્તિ (થર્ડ પાર્ટી)ને થયેલ નુકશાન નું પણ વળતર મળી જાય છે.
આગ અને ભૂકંપ નો વીમો:
ગયા વર્ષમાં આગના ઘણા દુઃખદ બનાવો બન્યા હતા, લોકોને જાન માલ નું ખુબ નુકશાન વેઠવું પડ્યું હતું. તેનાથી દરેકે ખાસ શીખવું જોઈએ કે દરેક મિલકતનો આગ અને ભૂકંપ માટે નો વીમો અવશ્ય લેવો જ જોઈએ જેથી આવી નુકશાનીથી બચી શકાય. હમણાં હમણાં ભૂકંપના આંચકા પણ રોજ અનુભવાય છે. ગમે ત્યારે મોટો ભૂકંપ આવે તેની સંભાવના નકારી શકાય નહિ, તેથી તેનો વીમો હોવો પણ અત્યંત જરૂરી છે.
વ્યક્તિગત અકસ્માતનો વીમો:
અત્યારના આધુનિક યુગમાં અકસ્માતો ની સંભાવના અને સંખ્યા માં ખુબજ વધારો થયો છે. અન્યની ભૂલને કારણે કોઈને પણ અકસ્માત નો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક લોકોએ પોતાનો અકસ્માતનો વીમો લેવો જ જોઈએ.
કર્મચારીનો વળતરનો વીમો:
આ તકલીફ વાળા સમય માં દરેક કર્મચારી ની જવાબદારી તેના માલિકની બને છે. ભલે પછી તે નાની સંસ્થા હોય કે ઘરમાં કામ કરતા વ્યક્તિઓ. તેના માટે નો વીમો દરેક માલિકે લઈ રાખવો જરૂરી પણ છે. અને કાયદાથી ફરજીયાત પણ છે.
ઉપર મુજબની બાબતોને ધ્યાનમાં લઈને દરેકે પોતાની જરૂરિયાત પ્રમાણેના ઉપર દર્શાવેલ વીમા લેવાજ જોઈએ. આશુતોષ ઈન્સ્યોરન્સ સર્વિસીસ આ બધાજ વિમાઓની સેવા આપે છે. કોઈ પણ વીમા લેતા પહેલા એક વખત ચોક્કસ અમારો સંપર્ક કરવા વિનંતી છે.
અમે ઘણી કંપનીના વીમાના પ્લાન આપીએ છીએ, આ બધીજ કંપનીઓ ના જે જે પ્લાન છે તેની સાથે સરખામણી કરીને આપની જરૂરીયાત પ્રમાણે, ઓછા પ્રીમિયમે, સારામાં સારી કંપનીના અને સૌથી સારી વિશેષતા સાથેના વીમા પ્લાન આપશું.
તમારા માટેનો શ્રેષ્ઠ વિમાનો પ્લાન લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
Mob. No. : +91 6358755770, +91 7043893388
Email: rm.insurance@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter & Linkedin.
Disclaimer:
Insurance is a subject matter of solicitation.
 
								 
											 
											 
											 
								 
								 
								 
								 
								 
								
 
								 
								