ટીડીએસની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો.

ટીડીએસની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો.

૧.          કલમ ૧૯૪Q કયા ખરીદનારને લાગુ પડે છે.
ટીડીએસની કલમ ૧૯૪Q ફક્ત તે જ ખરીદનાર પર લાગુ પડે છે જેમનું ટર્નઓવર આગલા નાણાકીય વર્ષમાં રૂ .૧૦ કરોડથી વધુ હતું. તા. ૩૧ માર્ચ ૨૦૨૧ ના ​​રોજ પુરા થતા વર્ષમાં  જે ખરીદનારનું  ટર્નઓવર રૂ .૧૦ કરોડથી વધારે હોય તેઓએ તેમના રહેવાસી વેચનાર પાસેથી ચાલુ નાણાંકીય વર્ષમાં તા. ૦૧/૦૭/૨૦૨૧ થી રૂ  ૫૦ લાખથી ઉપરની ખરીદી પર ટીડીએસની કપાત કરવી પડશે. તેથી  જો ૩૧ માર્ચ ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા વર્ષમાં ખરીદનારનું ટર્નઓવર રૂ .૧૦ કરોડથી ઓછું હોય તો તેમણે ચાલુ નાણાકીય વર્ષમાં આ જોગવાઈનું પાલન કરવાની જરૂર નથી.
 
૨.           ટીડીએસની  કપાત કઈ રકમ પર કરવાની છે:
આ ટીડીએસની કપાત ફક્ત એક નાણાંકીય વર્ષમાં રૂ .૫૦.૦૦ લાખથી વધુની રકમ પર જ કરવાની છે. દા.ત. કોઈ પણ એક વેચનાર પાસેથી વર્ષ દરમ્યાન રૂ ૬૭.૦૦ લાખ રૂપિયાની ખરીદી કરેલ હોય તો ખરીદનારે રૂ. ૫૦ લાખ થી વધારાની રકમ પર એટલે કે રૂ. ૧૭.૦૦ લાખ પર ૦.૧% લેખે  ટીડીએસની કપાત કરવાની રહેશે.
અત્રે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ રૂ. ૫૦ લાખની મર્યાદા એક નાણાંકીય વર્ષ માટેની છે અને દરેક વેચનાર માટે છે. તેથી હવે દરેક ખરીદનાર માટે આ જોગવાઈ ૧ લી જુલાઈ ૨૦૨૧ થી લાગુ થશે એટલે કે આ અમલી તારીખ પછીની ખરીદી પર જ ટીડીએસની કપાત કરવાની રહેશે પરંતુ રૂ. ૫૦ લાખની ખરીદીની મર્યાદાની ગણતરી કરતી વખતે ૦૧ લી એપ્રીલ ૨૦૨૧ થી થયેલ ખરીદીની રકમ ને પણ ગણતરીમાં લેવાની રહેશે.
ઉદાહરણ : ૧
કોઈ એક ખરીદનારએ વેચનાર પાસેથી ૧ લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ જૂન સુધીમાં રૂ. ૪૦ લાખ રૂપિયાની ખરીદી કરેલ હોય અને ૧ જુલાઈ ૨૦૨૧ થી આજ વેચનાર પાસેથી રૂ. ૩૦ લાખની બીજી ખરીદી કરવામાં આવે તો ટીડીએસની કપાત કઈ રકમ પર કરવાની થાય?
જવાબ  :
૩૦મી જુન ૨૦૨૧ સુધીમાં રૂ. ૪૦ લાખની ખરીદી કરેલ છે એટલે કે રૂ. ૫૦ લાખની પુરા નાણાંકીય વર્ષની મર્યાદામાંથી માત્ર રૂ. ૧૦ લાખ બાકી છે, ૧લી જુલાઈ ૨૦૨૧ પછી નવી ખરીદી રૂ. ૩૦ લાખની કરેલ છે એટલે કે હવે રૂ. ૨૦ લાખ (રૂ. ૩૦ લાખ- રૂ.૧૦ લાખ) પર ટીડીએસની કપાત કરવાની રહેશે.
ઉદાહરણ ૨: –
કોઈ એક ખરીદનારએ વેચનાર પાસેથી ૧ લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૦મી  જૂન ૨૦૨૧સુધીમાં રૂ. ૭૦ લાખની ખરીદી કરેલ છે. ૧ લી જુલાઈ ૨૦૨૧ ના રોજ આજ વેચનાર પાસેથી બીજી રૂ. ૩૦ લાખ રૂ. ની ખરીદી કરવામાં આવે તો ટીડીએસની કપાત કઈ રકમ પર કરવાની થાય?
જવાબ :૨
ખરીદનાર એ રૂ. ૭૦ લાખની ખરીદી ૩૦ જુન ૨૦૨૧ પહેલા કરી દીધેલ છે એટલે કે રૂ. ૫૦ લાખની ખરીદીની મર્યાદા પૂરી થઈ ગયેલ છે તેથી તા. ૧ લી જુલાઈ ૨૦૨૧ પછી રૂ. ૩૦ લાખની જે નવી ખરીદી કરવામાં આવેલી છે તે પૂરી રકમ પર ટીડીએસની કપાત કરવાની રહેશે.

  1. ટીડીએસ ની કપાત કઈ રકમ પર કરવાની થાય?

આ ચર્ચા કરવાનું કારણ એ છે કે વેચાણ પર ટીસીએસ ની જોગવાઈ કરવામાં આવેલ હતી ત્યારે સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટીસીએસ જી.એસ.ટી  સહીત ની રકમ પર કરવાનો રહેશે.
પરંતુ કલમ 194Q હેઠળ ટીડીએસ માટે આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી એટલે ખરીદનારે ટીડીએસ જી.એસ.ટી સહીતની રકમ પર જ  કપાત કરવી જોઈએ.
૪.           ટીડીએસ ની કપાત કયારે કરવાની થાય?
ટીડીએસ ની કપાત વેચનારાના ખાતે આવી રકમ જમા કરવામાં આવે અથવા ચૂકવણી કરવામાં આવે બેમાંથી જે વહેલુ હોય તે સમયે કરવી જોઈએ.
૫.      વેચનારનો પાન(PAN) ન હોય તો ટીડીએસ દર ૫% :
જો વેચનાર ખરીદનારને તેનો પાન નંબર ન આપે તો ટીડીએસનો આ દર ૫% રહેશે.
૬.      ઇન્કમટેક્ષના રિટર્ન ફાઇલ ના કરેલ હોય તેના માટે ડબલ ટીડીએસનો દર:
“ચોક્કસ વ્યક્તિઓની ” ની નવી કેટેગરી જાહેર કરવામાં આવી છે  જેનો ટીડીએસ ૧લી  જુલાઈ ૨૦૨૧ થી કાપવાનો છે. જે અંતર્ગત આ ચોક્કસ વ્યક્તિઓના ટીડીએસ નિયમિત દર ના બમણા અથવા ૫% બેમાંથી જે વધારે હોય તે દરે કપાત કરવાની રહેશે. આ ચોક્કસ વ્યક્તિઓમાં એનો સમાવેશ કરવામાં આવેલ છે કે જેઓનો તમામ સ્રોતમાંથી તેમની પાસેથી કાપવામાં આવેલા ટીડીએસ / ટીસીએસ રૂ. ૫૦,૦૦૦ થી વધારે હોય અને તેઓ સતત બે વર્ષથી ઇન્કમટેક્ષના રિટર્ન નિયમિતપણે ફાઇલ કરતા નથી.
૭.      ટીડીએસની કપાતની રકમ જમા ન કરવામાં આવે તો શું થાય?
આવકવેરા કાયદાની કલમ ૪૦(ia) મુજબ રહીશ વ્યક્તિને ચૂકવણી કરવામાં આવી હોય અને તેમાં ટીડીએસ ની કપાત કરેલ ના હોય અથવા ટીડીએસની કપાત કરેલ હોય પરંતુ સમયસર ટીડીએસ જમા કરાવેલ ના હોય તો તેવા સંજોગોમાં ચુકવણીની રકમના ૩૦% સુધીની રકમ જે –તે વ્યક્તિની આવકમાં ઉમેરવામાં આવશે.
૮.      ટી.ડી.એસ. ની કપાત કયારે કરવી ન જોઈએ ?: –
ઉપરોકત સંદર્ભમાં જો ઉપર જણાવેલી બધી શરતો પૂરી થતી હોય તો ખરીદનાર ટીડીએસ ની કપાત કરવા માટે જવાબદાર બને છે. તેમ છતાં નીચે જણાવેલ બે પરિસ્થિતિઓમાં ટીડીએસ ની કપાત કરવાની જવાબદારી ખરીદનારની ઉભી થતી નથી.
(૧)  જયરે અન્ય કોઇ પણ કલમ અંતર્ગત આ ખરીદીના વ્યવહાર પર ટીડીએસની કપાત કરવામાં આવી હોય તો આ વ્યવહાર પર કલમ ૧૯૪Q હેઠળ ટીડીએસની કપાત કરવાની રહેશે નહિ.
(૨) જ્યારે કલમ 206 સી હેઠળ વેચાણ પર ટીસીએસની કપાત કરવામાં આવતી હોય તો આ પ્રકારના વ્યવહાર પર ટીડીએસની જોગવાઈઓ લાગુ પડશે નહિ.
અત્રે એ નોધનીય છે કે જે વ્યવહાર પર ખરીદનાર અને વેચનારની બન્નેની ટીડીએસ, ટીસીએસની જવાબદારી થતી હોય ત્યારે ખરીદનારએ વેચનારને જાણ કરવી જોઈએ તેઓ આ વ્યવહાર પર ટીડીએસ ની કપાત કરશે જેથી વેચનાર આ વ્યવહાર પર ટીસીએસની કપાત ના કરે.

For further details, Contact us on:
E-Mail: lawserve@ashutoshfinserv.com
Phone No: +91 93769 62244

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print