આપણે આઈ.ટી. ક્ષેત્રમાં રોકાણ શા માટે કરવું જોઈએ?
☑️ ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ક્ષેત્રએ રીમોટ વર્કિંગ (ઘરેથી કામ કરવું) ના મોડેલને વ્યાપકપણે સ્વીકાર્યું છે.
☑️ આ સંસ્થાઓ હવે તેમના આઈ.ટી. ના કાર્યનું આઉટસોર્સ વધુ સારી અને અનુકૂળ લાગે તે રીતે દેશ/વિદેશ ના ગમે તે સ્થળે કરી શકશે જેના કારણે માંગમાં વધારો થશે.
☑️ તદુપરાંત, ભારતીય આઈ.ટી. કંપનીઓ ભારત સરકારના સહયોગથી ભારતીય સેવાઓ માટેની નવીન આધુનિક ડિલિવરી ક્ષમતાઓ વિકસાવવા માટે ભવિષ્યના જમાનાની ડિજિટલ ટેકનોલોજી જેવી કે ૫ જી, બ્લોકચેઇન, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ વગેરે જેવી ટેકનોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
🟫 આઈ.ટી. ક્ષેત્રમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે?
☑️ આઇ.ટી. ક્ષેત્ર માં ભાગ લેવા માટે આધુનિક ટેકનોલોજીનો ટ્રેન્ડની ઊંડી સમજ અને વિદેશી બજારોમાં થયેલા વિકાસની સમજણને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે કારણ કે આ ઉદ્યોગનો વિકાસ નોંધપાત્ર રીતે નિકાસ પર આધારિત હોય છે.
☑️ આઈ.ટી. ક્ષેત્રમાં રોકાણની ઊંડી સમજણ ધરાવતા વ્યાવસાયિક ફંડ મેનેજરો દ્વારા આ આઇ.ટી. ક્ષેત્રના મ્યુચ્યુઅલ ફંડ્સ નું સંચાલન કરવામાં આવે છે. તેઓ બજારના ટ્રેન્ડને ધ્યાનમાં લઈને યોગ્ય કિંમતે શ્રેષ્ઠ શેરોની ઓળખ કરવામાં મદદ કરે છે.
🟫 આપણે ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રમાં રોકાણ શા માટે કરવું જોઈએ?
☑️ આ રોગચાળાની મહામારીમાં સૌથી વધુ ફાયદો મેળવનાર ક્ષેત્રોમાંનું એક હેલ્થકેર/ફાર્મા ક્ષેત્ર છે જેમાં બાયોફાર્માસ્યુટિકલ્સ, બાયોઇન્ફોરમેટિક્સ, મેડિકલ ટૂરિઝમ, ડાયગ્નોસ્ટિક્સ, મેડિકલ સપ્લાઇઝ અને તેના સાધનો વગેરેનો સમાવેશ થાય છે.
☑️ જીવનશૈલીમાં ઘણા પરિવર્તન આવેલા છે અને એવી ટેવો પડી છે કે જે જીવનનો એક ભાગ બની ગઈ છે અને આ પરિવર્તનો અને ટેવો ફાર્મા ઉદ્યોગોને કોવિડ -૧૯ પછીના સમયગાળામાં વેગવાન બનાવશે.
☑️ સસ્તા ભાવો, વધતા સંશોધન અને વિકાસ અને નિકાસને પ્રોત્સાહિત કરવા માટે સરકારની સતત નીતિને કારણે ભારતીય ફાર્મા/હેલ્થકેર કંપનીઓએ આશાસ્પદ વૃદ્ધિની સંભાવના સાથે મલ્ટિ-બિલિયન-ડોલરના નિકાસના બજારને વિકસાવ્યું છે.
🟫 ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રે રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે?
☑️ ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રમાં ભાગ લેવા અને સંભવિત કંપનીઓને ઓળખવા માટે તબીબી ક્ષેત્રની ઊંડી સમજ અને ઉત્પાદનના પેટન્ટ્સ, નિયમનકારી સમસ્યાઓ, વિદેશી હેલ્થકેરના કાયદાઓં વગેરે જેવા વિવિધ પાસાઓની માહિતી હોવી જરૂરી છે.
☑️ ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રમાં રોકાણની ઊંડી સમજણ ધરાવતા વ્યાવસાયિક ફંડ મેનેજરો દ્વારા આ ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રના મ્યુચ્યુઅલ ફંડ્સ નું સંચાલન કરવામાં આવે છે. તેઓ બજારના ટ્રેન્ડને ધ્યાનમાં લઈને યોગ્ય કિંમતે શ્રેષ્ઠ શેરોની ઓળખ કરવામાં મદદ કરે છે.
🟫 ભારતના આર્થિક વિકાસની ગાથામાં ભાગ લેવા માટે આ ઉભરતા ક્ષેત્રોના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો.
વધુ વિગત માટે:
સંપર્ક કરો:
મોબાઈલ: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૭૩૮૩૫ ૩૦૬૧૯
ઈમેઈલ: vrm@ashutoshfinserv.com
ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ્માં રોકાણ બજારના જોખમોને આધીન છે, રોકાણ કરતા પહેલા સ્કીમ સંબધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા.