લાભાર્થીઓને ઇરછા મુજબની મિલકતો ટ્રાન્સફર કરવા માટે વિલ કેવી રીતે તૈયાર કરવું?

લાભાર્થીઓને ઇરછા મુજબની મિલકતો ટ્રાન્સફર કરવા માટે વિલ કેવી રીતે તૈયાર કરવું?

🟥 ભારતીય વારસાહક કાયદા હેઠળ માન્ય વિલ તેની પોતાની મિલકતોના સંદર્ભમાં બનાવેલુ હોવું જોઈએ.
🟥 ભારતીય વારસાહક અધિનિયમ હેઠળ વિલ કાયદેસર રીતે માન્ય થવા માટે તેમાં માન્ય વિલ માં નીચે દર્શાવેલ મુદ્દાઓ મુજબના તમામ આવશ્યક તત્વો હોવા જરૂરી છે.
🟥 લાભાર્થીઓને ઈરછા મુજબની મીલકતો આપવા માટે તેની ચોક્કસ વિગતો સાથે વિલ લેખિતમાં હોવું જરૂરી છે
🟥 વિલ હેઠળ લાભાર્થીઓ કે જેમને મિલકતો આપવાની છે તેમના નામ અને આપવાની વિગતો અંગેનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરવો જોઈએ.
🟥 વિલ બનાવનાર વ્યક્તિની ઓળખની સાથે સહી અને તારીખ હોવી જરૂરી છે કે જેના પર વિલનો અમલ કરવામાં આવે છે.
🟥 બે પુખ્ત વયના સાક્ષીઓની સહીઓ સાથે તેમની ઓળખ વિલ માટે મેળવવાની રહેશે. સાક્ષીઓની ઉમર વિલ બનાવનાર વ્યક્તિ કરતા ઓછી હોવી જોઈએ તેમજ ઉમરલાયક વ્યકિતનું વિલ બનાવતા હોય તેવા કિસ્સામાં ડોક્ટરને સાક્ષી તરીકે રાખવા સલાહભર્યું છે. વિલમાં જેની સાક્ષી તરીકે સહી કરાવેલ છે તે વ્યક્તિ વિલમાં લાભાર્થી હોવો જોઈએ નહિ.
🟥 તે બન્ને સાક્ષીઓના સોગંદનામાં કરાવવા સલાહભર્યા છે કે જેઓ વિલના સાક્ષીઓ છે તે હકીકતને સમર્થન આપે છે. આ સોગંદનામાં વિલ બનાવનારના મૃત્યુ પછી પ્રોબેટ લેતા સમયે કોર્ટમાં દાખલ કરવાના હોય છે.
🟥 વિલ પર સહી કરનાર વ્યક્તિ નોટરી પબ્લિક સમક્ષ સહી કરી શકે છે અથવા કોઈપણ અધિકૃત સબ-રજિસ્ટ્રાર કાર્યાલયમાં વિલની નોંધણી કરાવી શકાય છે.
જો કે, કાયદા હેઠળ બેમાંથી કોઈપણ પ્રક્રિયા ફરજિયાત નથી.
🟥 વિલ તૈયાર કરનારી વ્યક્તિ ઇચ્છિત લાભાર્થીઓને તેની મિલકતો આપવા માટે વહીવટદાર (લાભાર્થી સહિત) ની નિમણુંક કરી શકે છે. જો કે, આવી નિમણુંક ફરજિયાત નથી.
🟥 વિલમાં નોટરી વગર કે નોટરી સમક્ષ સહી કરવી અથવા તેની નોધણી કરાવવી અથવા વહીવટદાર નિમણૂક કરવી જે –તે હક્કિત અને સંજોગો પર આધારીત છે.
🟥 બધી મિલકતોના સંદર્ભમાં એક વિલ બનાવવું હંમેશા સલાહભર્યું છે કારણકે તેને લીધે કોઈ પણ વ્યક્તિ પોતાની ઇરછા મુજબના લાભાર્થીઓને આ સંપતિ આપી શકે.
🟥 કાયદેસર, સરળતાથી અને અસરકારક રીતે તમારા વારસદારોને સંપતિ આપવાનું આયોજન કરવા માટે માટે અમારો સંપર્ક કરો.
મોબાઈલ : +91 73835 30919 / 93769 62244
ઈમેઈલ : vrm@ashutoshfinserv.com
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ સંબંધિત કાયદાની અમારી સમજ પર આધારિત છે. કૃપા કરીને યોગ્ય વ્યાવસાયિકની સલાહ લેવી.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print