🟨 અત્રે એ ઉલ્લેખનીય છે કે કોઈપણ વ્યક્તિ વિલ બનાવ્યા વગર મૃત્યુ પામે તો તેની મિલકતોના સંદર્ભમાં ભારતીય વારસાહકનો કાયદો આ મિલકતો પર લાગુ પડે છે.
🟨 હિંદુ વારસાહક્ક કાયદા અનુસાર જયારે કોઈપણ હિંદુ, શીખ, જૈન & બુદ્ધિસ્ટ વ્યક્તિનું વિલ બનાવ્યા વગર મૃત્યુ થાય ત્યારે તેની મિલકતોની વહેચણી વર્ગ -૧ ના વારસદારો વચ્ચે સરખે હિસ્સે કરવામાં આવે છે.
🟨 વર્ગ -૧ ના વારસદારોમાં પુરુષના કિસ્સામાં માતા, વિધવા,દીકરીઓ, દીકરાઓ અને અગાઉ મૃત્યુ પામેલ દીકરા /દીકરીના વારસદારો અને મહિલાના કિસ્સામાં દીકરાઓ, દીકરીઓ, અગાઉ મૃત્યુ પામેલ દીકરા/દીકરીના બાળકો અને પતિનો સમાવેશ થાય છે.
🟨 જો મૃત્યુ પામેલ પુરુષ અથવા મહિલા ઉપરમાંથી કોઈ સગાસંબંધી ધરાવતા ના હોય તો આ મિલકતો વર્ગ-૨ અને ત્યારબાદ વર્ગ -૩ ના વારસદારોને આપવામાં આવે છે કે જેઓ દુરના સગાસંબંધી થાય છે.
🟨 આ ટ્રાન્સફરની કાર્યવાહી કરવા માટે વારસાઈહકના કાયદા અનુસાર કાયદેસરના વારસદારોએ મામલતદારના કાર્યાલયમાંથી વારસાઈનું પ્રમાણપત્ર(વારસાઈ આંબો/પેઢી નામું/પરિવારનો આંબો) મેળવવાનું રહે છે.
🟨 ત્યારબાદ કાયદેસરના વારસદારોએ કોર્ટમાં અરજી કરી લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવાનું રહે છે કે જે એક કોર્ટનો ઓર્ડેર છે જેમાં મૃત્યુ પામેલ વ્યક્તિના કાનુની વારસદારોને વિલમાં મળેલી મિલકતોને પ્રમાણિત કરવામાં આવે છે.
🟨 કોર્ટ દ્વારા જાહેર નોટીસ આપવામાં આવે છે અને તેના સંદર્ભમાં આવેલ જવાબો ને ધ્યાનમાં લઈને ત્યારબાદ લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન આપવામાં આવે છે.
🟨 જો કોઈ રહીશ ભારતીય વિદેશમાં મિલકતો ધરાવતો હોય તો જે તે સંબંધિત વિદેશના કાર્યક્ષેત્રના વારસાઈના કાયદાઓનું પણ સાથોસાથ પાલન કરવાનું રહેશે.
🟨 અત્રે એ નોંધનીય છે કે નોમિની એ મિલકતનો કાયદેસર માલિક નથી તે માત્ર મૃતકની સંપત્તિનો કસ્ટોડિયન / ટ્રસ્ટી છે. કાયદેસરનો માલિક તે વ્યક્તિ છે કે જે વારસાઈ કાયદા હેઠળ કાનૂની વારસદાર છે અને માન્ય વિલના કિસ્સામાં વિલ હેઠળના લાભાર્થીઓ.
🟨 બધી મિલકતોના સંદર્ભમાં એક વિલ બનાવવું હંમેશા સલાહભર્યું છે કારણકે તેને લીધે કોઈ પણ વ્યક્તિ પોતાની ઇરછા મુજબના લાભાર્થીઓને આ સંપતિ આપી શકે.
🟨 કાયદેસર, સરળતાથી અને અસરકારક રીતે તમારા વારસદારોને સંપતિ આપવાનું આયોજન કરવા માટે માટે અમારો સંપર્ક કરો.
મોબાઈલ : +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૯૩૭૬૯ ૬૨૨૪૪
ઈમેઈલ : vrm@ashutoshfinserv.com
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ સંબંધિત કાયદાની અમારી સમજ પર આધારિત છે. કૃપા કરીને યોગ્ય વ્યાવસાયિકની સલાહ લેવી.