Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

મૃત્યુ અથવા મેચ્યોરીટી પર મળતી જીવન વીમાની રકમની કરપાત્રતા

શું ભારતમાં તમામ જીવન વીમા પોલીસીમાંથી મળેલ રકમ કરમુકત છે?
વીમા પોલીસી હેઠળ પ્રાપ્ત કોઈપણ રકમની કરપાત્રતા આવકવેરા કાયદાની કલમ 10 (10 ડી) દ્વારા નક્કી કરવામાં આવે છે. જેનો સારાંશ નીચે મુજબ આપી શકાય:
▶️ જ્યારે વીમાધારકનું મૃત્યુ થાય તેવી સ્થિતિમાં નોમીનીને વીમા પોલીસી રકમ પ્રાપ્ત થાય ત્યારે તેની કરપાત્રતા શું છે?
✅ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં કોઈ પણ જીવન વીમા પોલીસી ની રકમ કે જે નોમીનીને (લાભકર્તા) પ્રાપ્ત થતી હોય તેમાં ચૂકવેલ પ્રીમિયમ અથવા અન્ય કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા વિના હંમેશાં કરમુક્ત હોય છે.
▶️ જ્યારે જીવન વીમા પોલીસીની રકમ વીમાધારક વ્યક્તિ દ્વારા મુદત પૂરી થયા બાદ પ્રાપ્ત થાય ત્યારે તેની કરપાત્રતા શું છે?
✅ જો પોલિસીના સમયગાળા દરમિયાન પ્રત્યેક વર્ષ (ટોપ અપ પ્રીમિયમ સહિત) માટેનું પ્રીમિયમ વીમાધારક વ્યક્તિની વીમાની રકમના ૧૦% કરતા વધારે ન હોય તો, વીમા કંપની દ્વારા પાકતી મુદતે મળતી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે.
✅ અન્ય કોઈ પણ કિસ્સામાં, આવક (મળેલ રકમમાંથી વર્ષોથી ચૂકવેલા કુલ પ્રીમિયમ ની રકમ બાદ કરવાની રહેશે) જે તે વ્યક્તિને લાગુ પડતા સ્લેબ દરો હેઠળ કરપાત્ર થાય છે.
✅ જો વીમા પોલીસીની પાકતી મુદતે મળતી આવક (રૂ. ૧ લાખથી વધુ) કરપાત્ર હોય તો, વીમા કંપની દ્વારા પાકતી મુદતે મળતી આવકના ભાગ પર ૧% ના દરે કપાત (ટીડીએસ) કરવામાં આવશે. આ ટેક્ષ ક્રેડીટની રકમનો ટેક્સ રીટર્ન ફાઇલ કરતી વખતે દાવો કરી શકાય છે.
👉🏻 અમે ઘણીબધી વીમા કંપનીઓના પ્લાન ઓફર કરીએ છીએ. જે તે વ્યક્તિની જરૂરિયાત અનુસાર શ્રેષ્ઠ લાક્ષણિકતાઓ અને સૌથી વધુ સ્પર્ધાત્મક પ્રીમિયમ સાથે વિવિધ કંપનીઓના પ્લાનની તુલના કર્યા પછી અમે તમારા માટે યોગ્ય અને સર્વોતમ પ્લાન આપીએ છીએ.
તમારા માટે શ્રેષ્ઠ વીમાનો પ્લાન મેળવવા માટે અમારો સંપર્ક કરો.
આશુતોષ ઇન્સયોરન્સ સર્વિસીસ
•તમારા જીવન માટે વીમો,આરોગ્ય અને સંપત્તિ •નિવૃત્તિ યોજના
આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા.લિ. ની સર્વિસીસ
•રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ
Mobile: +91 73835 30919/93773 35959
Email: rm.insurance@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો.
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
ડિસ્ક્લેમર: વીમો એ આગ્રહનો વિષય છે.

Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

વિગતો જેની જાણ મારા પરિવાર ને હોવી જોઈએ

➡️ કોઈપણ વ્યક્તિના જીવનમાં વિકલાંગતા આવે અથવા તે મુત્યુ પામે ત્યારે સંપૂર્ણ નાણાકીય માહીતીની યાદી જે તેના કુટુંબને અને વારસદારોને ખુબજ મદદરૂપ થઈ શકે છે. ફેમિલી વોલ્ટ નું મહત્વ અને તેની કામગીરી શું હોય છે? ✅ વારસદારોને મિલકતની કાયદેસરની સોંપણી માટે વિલ નું શું મહત્વ છે તે આપણે જાણીએ છીએ. ફેમિલી વોલ્ટ આ સોંપણીની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. આ ફેમિલી વોલ્ટમાં સમાવિષ્ટ કેટલીક આવશ્યક માહિતી વિના, એકમાત્ર વિલના માધ્યમથી સંપૂર્ણ સોંપણીની પ્રકિયા સરળતાથી હાથ ધરી શકાતી નથી. ✅ વિકલાંગતા અથવા મુત્યુની ઘટનામાં વ્યક્તિની આર્થિક તેમજ વ્યક્તિગત, તમામ આવશ્યક માહિતી વારસદારોને મેળવવા માટે ફેમિલી વોલ્ટ એકમાત્ર સાધન છે. https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/07/FAMILY-VAULT.pdf આ સાથે ફેમિલી વોલ્ટ ની પીડીએફ ફાઈલ મોકલેલ છે તે જોવા અને ફ્રી ડાઉનલોડ કરવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો. તમે તમારી જાતે આ માહિતી તૈયાર કરી શકો છો. 🎯 તમે ફેમિલી વોલ્ટ તૈયાર કરવા માટે અમારી વ્યવસાયિક સેવાઓ પણ લઇ શકો છો 🎯 ✅ ઘણા કિસ્સાઓમાં ફેમિલી વોલ્ટ ની માહિતી જરૂરિયાત મુજબ બનાવવાની રહે છે. તદુપરાંત, માહિતી તૈયાર કરવા અને સુધારો કરવા માટે સમય ફાળવવાની અને ચોક્કસ કાર્યવાહી કરવાની જરૂર રહે છે તે માટે તમે અમારી સેવાઓનો લાભ લઇ શકો છો. આ માહિતી તમે તમારા સંપર્કો, મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરી શકો છો. ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

ટીડીએસની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો.

૧.          કલમ ૧૯૪Q કયા ખરીદનારને લાગુ પડે છે. ટીડીએસની કલમ ૧૯૪Q ફક્ત તે જ ખરીદનાર પર લાગુ પડે છે જેમનું ટર્નઓવર આગલા નાણાકીય વર્ષમાં રૂ .૧૦ કરોડથી વધુ હતું. તા. ૩૧ માર્ચ ૨૦૨૧ ના ​​રોજ પુરા થતા વર્ષમાં  જે ખરીદનારનું  ટર્નઓવર રૂ .૧૦ કરોડથી વધારે હોય તેઓએ તેમના રહેવાસી વેચનાર પાસેથી ચાલુ નાણાંકીય વર્ષમાં તા. ૦૧/૦૭/૨૦૨૧ થી રૂ  ૫૦ લાખથી ઉપરની ખરીદી પર ટીડીએસની કપાત કરવી પડશે. તેથી  જો ૩૧ માર્ચ ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા વર્ષમાં ખરીદનારનું ટર્નઓવર રૂ .૧૦ કરોડથી ઓછું હોય તો તેમણે ચાલુ નાણાકીય વર્ષમાં આ જોગવાઈનું પાલન કરવાની જરૂર નથી.   ૨.           ટીડીએસની  કપાત કઈ રકમ પર કરવાની છે: આ ટીડીએસની કપાત ફક્ત એક નાણાંકીય વર્ષમાં રૂ .૫૦.૦૦ લાખથી વધુની રકમ પર જ કરવાની છે. દા.ત. કોઈ પણ એક વેચનાર પાસેથી વર્ષ દરમ્યાન રૂ ૬૭.૦૦ લાખ રૂપિયાની ખરીદી કરેલ હોય તો ખરીદનારે રૂ. ૫૦ લાખ થી વધારાની રકમ પર એટલે કે રૂ. ૧૭.૦૦ લાખ પર ૦.૧% લેખે  ટીડીએસની કપાત કરવાની રહેશે. અત્રે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ રૂ. ૫૦ લાખની મર્યાદા એક નાણાંકીય વર્ષ માટેની છે અને દરેક વેચનાર માટે છે. તેથી હવે દરેક ખરીદનાર માટે આ જોગવાઈ ૧ લી જુલાઈ ૨૦૨૧ થી લાગુ થશે એટલે કે આ અમલી તારીખ પછીની ખરીદી પર જ ટીડીએસની કપાત કરવાની રહેશે પરંતુ રૂ. ૫૦ લાખની ખરીદીની મર્યાદાની ગણતરી કરતી વખતે ૦૧ લી એપ્રીલ ૨૦૨૧ થી થયેલ ખરીદીની રકમ ને પણ ગણતરીમાં લેવાની રહેશે. ઉદાહરણ : ૧ કોઈ એક ખરીદનારએ વેચનાર પાસેથી ૧ લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ જૂન સુધીમાં રૂ. ૪૦ લાખ રૂપિયાની ખરીદી કરેલ હોય અને ૧ જુલાઈ ૨૦૨૧ થી આજ વેચનાર પાસેથી રૂ. ૩૦ લાખની બીજી ખરીદી કરવામાં આવે તો ટીડીએસની કપાત કઈ રકમ પર કરવાની થાય? જવાબ  : ૩૦મી જુન ૨૦૨૧ સુધીમાં રૂ. ૪૦ લાખની ખરીદી કરેલ છે એટલે કે રૂ. ૫૦ લાખની પુરા નાણાંકીય વર્ષની મર્યાદામાંથી માત્ર રૂ. ૧૦ લાખ બાકી છે, ૧લી જુલાઈ ૨૦૨૧ પછી નવી ખરીદી રૂ. ૩૦ લાખની કરેલ છે એટલે કે હવે રૂ. ૨૦ લાખ (રૂ. ૩૦ લાખ- રૂ.૧૦ લાખ) પર ટીડીએસની કપાત કરવાની રહેશે. ઉદાહરણ ૨: – કોઈ એક ખરીદનારએ વેચનાર પાસેથી ૧ લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૦મી  જૂન ૨૦૨૧સુધીમાં રૂ. ૭૦ લાખની ખરીદી કરેલ છે. ૧ લી જુલાઈ ૨૦૨૧ ના રોજ આજ વેચનાર પાસેથી બીજી રૂ. ૩૦ લાખ રૂ. ની ખરીદી કરવામાં આવે તો ટીડીએસની કપાત કઈ રકમ પર કરવાની થાય? જવાબ :૨ ખરીદનાર એ રૂ. ૭૦ લાખની ખરીદી ૩૦ જુન ૨૦૨૧ પહેલા કરી દીધેલ છે એટલે કે રૂ. ૫૦ લાખની ખરીદીની મર્યાદા પૂરી થઈ ગયેલ છે તેથી તા. ૧ લી જુલાઈ ૨૦૨૧ પછી રૂ. ૩૦ લાખની જે નવી ખરીદી કરવામાં આવેલી છે તે પૂરી રકમ પર ટીડીએસની કપાત કરવાની રહેશે.
  1. ટીડીએસ ની કપાત કઈ રકમ પર કરવાની થાય?
આ ચર્ચા કરવાનું કારણ એ છે કે વેચાણ પર ટીસીએસ ની જોગવાઈ કરવામાં આવેલ હતી ત્યારે સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટીસીએસ જી.એસ.ટી  સહીત ની રકમ પર કરવાનો રહેશે. પરંતુ કલમ 194Q હેઠળ ટીડીએસ માટે આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી એટલે ખરીદનારે ટીડીએસ જી.એસ.ટી સહીતની રકમ પર જ  કપાત કરવી જોઈએ. ૪.           ટીડીએસ ની કપાત કયારે કરવાની થાય? ટીડીએસ ની કપાત વેચનારાના ખાતે આવી રકમ જમા કરવામાં આવે અથવા ચૂકવણી કરવામાં આવે બેમાંથી જે વહેલુ હોય તે સમયે કરવી જોઈએ. ૫.      વેચનારનો પાન(PAN) ન હોય તો ટીડીએસ દર ૫% : જો વેચનાર ખરીદનારને તેનો પાન નંબર ન આપે તો ટીડીએસનો આ દર ૫% રહેશે. ૬.      ઇન્કમટેક્ષના રિટર્ન ફાઇલ ના કરેલ હોય તેના માટે ડબલ ટીડીએસનો દર: “ચોક્કસ વ્યક્તિઓની ” ની નવી કેટેગરી જાહેર કરવામાં આવી છે  જેનો ટીડીએસ ૧લી  જુલાઈ ૨૦૨૧ થી કાપવાનો છે. જે અંતર્ગત આ ચોક્કસ વ્યક્તિઓના ટીડીએસ નિયમિત દર ના બમણા અથવા ૫% બેમાંથી જે વધારે હોય તે દરે કપાત કરવાની રહેશે. આ ચોક્કસ વ્યક્તિઓમાં એનો સમાવેશ કરવામાં આવેલ છે કે જેઓનો તમામ સ્રોતમાંથી તેમની પાસેથી કાપવામાં આવેલા ટીડીએસ / ટીસીએસ રૂ. ૫૦,૦૦૦ થી વધારે હોય અને તેઓ સતત બે વર્ષથી ઇન્કમટેક્ષના રિટર્ન નિયમિતપણે ફાઇલ કરતા નથી. ૭.      ટીડીએસની કપાતની રકમ જમા ન કરવામાં આવે તો શું થાય? આવકવેરા કાયદાની કલમ ૪૦(ia) મુજબ રહીશ વ્યક્તિને ચૂકવણી કરવામાં આવી હોય અને તેમાં ટીડીએસ ની કપાત કરેલ ના હોય અથવા ટીડીએસની કપાત કરેલ હોય પરંતુ સમયસર ટીડીએસ જમા કરાવેલ ના હોય તો તેવા સંજોગોમાં ચુકવણીની રકમના ૩૦% સુધીની રકમ જે –તે વ્યક્તિની આવકમાં ઉમેરવામાં આવશે. ૮.      ટી.ડી.એસ. ની કપાત કયારે કરવી ન જોઈએ ?: – ઉપરોકત સંદર્ભમાં જો ઉપર જણાવેલી બધી શરતો પૂરી થતી હોય તો ખરીદનાર ટીડીએસ ની કપાત કરવા માટે જવાબદાર બને છે. તેમ છતાં નીચે જણાવેલ બે પરિસ્થિતિઓમાં ટીડીએસ ની કપાત કરવાની જવાબદારી ખરીદનારની ઉભી થતી નથી. (૧)  જયરે અન્ય કોઇ પણ કલમ અંતર્ગત આ ખરીદીના વ્યવહાર પર ટીડીએસની કપાત કરવામાં આવી હોય તો આ વ્યવહાર પર કલમ ૧૯૪Q હેઠળ ટીડીએસની કપાત કરવાની રહેશે નહિ. (૨) જ્યારે કલમ 206 સી હેઠળ વેચાણ પર ટીસીએસની કપાત કરવામાં આવતી હોય તો આ પ્રકારના વ્યવહાર પર ટીડીએસની જોગવાઈઓ લાગુ પડશે નહિ. અત્રે એ નોધનીય છે કે જે વ્યવહાર પર ખરીદનાર અને વેચનારની બન્નેની ટીડીએસ, ટીસીએસની જવાબદારી થતી હોય ત્યારે ખરીદનારએ વેચનારને જાણ કરવી જોઈએ તેઓ આ વ્યવહાર પર ટીડીએસ ની કપાત કરશે જેથી વેચનાર આ વ્યવહાર પર ટીસીએસની કપાત ના કરે. For further details, Contact us on: E-Mail: lawserve@ashutoshfinserv.com Phone No: +91 93769 62244
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

લાભાર્થીઓને ઇરછા મુજબની મિલકતો ટ્રાન્સફર કરવા માટે વિલ કેવી રીતે તૈયાર કરવું?

🟥 ભારતીય વારસાહક કાયદા હેઠળ માન્ય વિલ તેની પોતાની મિલકતોના સંદર્ભમાં બનાવેલુ હોવું જોઈએ. 🟥 ભારતીય વારસાહક અધિનિયમ હેઠળ વિલ કાયદેસર રીતે માન્ય થવા માટે તેમાં માન્ય વિલ માં નીચે દર્શાવેલ મુદ્દાઓ મુજબના તમામ આવશ્યક તત્વો હોવા જરૂરી છે. 🟥 લાભાર્થીઓને ઈરછા મુજબની મીલકતો આપવા માટે તેની ચોક્કસ વિગતો સાથે વિલ લેખિતમાં હોવું જરૂરી છે 🟥 વિલ હેઠળ લાભાર્થીઓ કે જેમને મિલકતો આપવાની છે તેમના નામ અને આપવાની વિગતો અંગેનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરવો જોઈએ. 🟥 વિલ બનાવનાર વ્યક્તિની ઓળખની સાથે સહી અને તારીખ હોવી જરૂરી છે કે જેના પર વિલનો અમલ કરવામાં આવે છે. 🟥 બે પુખ્ત વયના સાક્ષીઓની સહીઓ સાથે તેમની ઓળખ વિલ માટે મેળવવાની રહેશે. સાક્ષીઓની ઉમર વિલ બનાવનાર વ્યક્તિ કરતા ઓછી હોવી જોઈએ તેમજ ઉમરલાયક વ્યકિતનું વિલ બનાવતા હોય તેવા કિસ્સામાં ડોક્ટરને સાક્ષી તરીકે રાખવા સલાહભર્યું છે. વિલમાં જેની સાક્ષી તરીકે સહી કરાવેલ છે તે વ્યક્તિ વિલમાં લાભાર્થી હોવો જોઈએ નહિ. 🟥 તે બન્ને સાક્ષીઓના સોગંદનામાં કરાવવા સલાહભર્યા છે કે જેઓ વિલના સાક્ષીઓ છે તે હકીકતને સમર્થન આપે છે. આ સોગંદનામાં વિલ બનાવનારના મૃત્યુ પછી પ્રોબેટ લેતા સમયે કોર્ટમાં દાખલ કરવાના હોય છે. 🟥 વિલ પર સહી કરનાર વ્યક્તિ નોટરી પબ્લિક સમક્ષ સહી કરી શકે છે અથવા કોઈપણ અધિકૃત સબ-રજિસ્ટ્રાર કાર્યાલયમાં વિલની નોંધણી કરાવી શકાય છે. જો કે, કાયદા હેઠળ બેમાંથી કોઈપણ પ્રક્રિયા ફરજિયાત નથી. 🟥 વિલ તૈયાર કરનારી વ્યક્તિ ઇચ્છિત લાભાર્થીઓને તેની મિલકતો આપવા માટે વહીવટદાર (લાભાર્થી સહિત) ની નિમણુંક કરી શકે છે. જો કે, આવી નિમણુંક ફરજિયાત નથી. 🟥 વિલમાં નોટરી વગર કે નોટરી સમક્ષ સહી કરવી અથવા તેની નોધણી કરાવવી અથવા વહીવટદાર નિમણૂક કરવી જે –તે હક્કિત અને સંજોગો પર આધારીત છે. 🟥 બધી મિલકતોના સંદર્ભમાં એક વિલ બનાવવું હંમેશા સલાહભર્યું છે કારણકે તેને લીધે કોઈ પણ વ્યક્તિ પોતાની ઇરછા મુજબના લાભાર્થીઓને આ સંપતિ આપી શકે. 🟥 કાયદેસર, સરળતાથી અને અસરકારક રીતે તમારા વારસદારોને સંપતિ આપવાનું આયોજન કરવા માટે માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ : +91 73835 30919 / 93769 62244 ઈમેઈલ : vrm@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ સંબંધિત કાયદાની અમારી સમજ પર આધારિત છે. કૃપા કરીને યોગ્ય વ્યાવસાયિકની સલાહ લેવી.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

કોઈપણ વ્યક્તિ પોતાની સ્થાવર અને જંગમ મિલકતોનું વિલ બનાવ્યા વગર મૃત્યુ પામે તો શું થાય?

🟨 અત્રે એ ઉલ્લેખનીય છે કે કોઈપણ વ્યક્તિ વિલ બનાવ્યા વગર મૃત્યુ પામે તો તેની મિલકતોના સંદર્ભમાં ભારતીય વારસાહકનો કાયદો આ મિલકતો પર લાગુ પડે છે. 🟨 હિંદુ વારસાહક્ક કાયદા અનુસાર જયારે કોઈપણ હિંદુ, શીખ, જૈન & બુદ્ધિસ્ટ વ્યક્તિનું વિલ બનાવ્યા વગર મૃત્યુ થાય ત્યારે તેની મિલકતોની વહેચણી વર્ગ -૧ ના વારસદારો વચ્ચે સરખે હિસ્સે કરવામાં આવે છે. 🟨 વર્ગ -૧ ના વારસદારોમાં પુરુષના કિસ્સામાં માતા, વિધવા,દીકરીઓ, દીકરાઓ અને અગાઉ મૃત્યુ પામેલ દીકરા /દીકરીના વારસદારો અને મહિલાના કિસ્સામાં દીકરાઓ, દીકરીઓ, અગાઉ મૃત્યુ પામેલ દીકરા/દીકરીના બાળકો અને પતિનો સમાવેશ થાય છે. 🟨 જો મૃત્યુ પામેલ પુરુષ અથવા મહિલા ઉપરમાંથી કોઈ સગાસંબંધી ધરાવતા ના હોય તો આ મિલકતો વર્ગ-૨ અને ત્યારબાદ વર્ગ -૩ ના વારસદારોને આપવામાં આવે છે કે જેઓ દુરના સગાસંબંધી થાય છે. 🟨 આ ટ્રાન્સફરની કાર્યવાહી કરવા માટે વારસાઈહકના કાયદા અનુસાર કાયદેસરના વારસદારોએ મામલતદારના કાર્યાલયમાંથી વારસાઈનું પ્રમાણપત્ર(વારસાઈ આંબો/પેઢી નામું/પરિવારનો આંબો) મેળવવાનું રહે છે. 🟨 ત્યારબાદ કાયદેસરના વારસદારોએ કોર્ટમાં અરજી કરી લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવાનું રહે છે કે જે એક કોર્ટનો ઓર્ડેર છે જેમાં મૃત્યુ પામેલ વ્યક્તિના કાનુની વારસદારોને વિલમાં મળેલી મિલકતોને પ્રમાણિત કરવામાં આવે છે. 🟨 કોર્ટ દ્વારા જાહેર નોટીસ આપવામાં આવે છે અને તેના સંદર્ભમાં આવેલ જવાબો ને ધ્યાનમાં લઈને ત્યારબાદ લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન આપવામાં આવે છે. 🟨 જો કોઈ રહીશ ભારતીય વિદેશમાં મિલકતો ધરાવતો હોય તો જે તે સંબંધિત વિદેશના કાર્યક્ષેત્રના વારસાઈના કાયદાઓનું પણ સાથોસાથ પાલન કરવાનું રહેશે. 🟨 અત્રે એ નોંધનીય છે કે નોમિની એ મિલકતનો કાયદેસર માલિક નથી તે માત્ર મૃતકની સંપત્તિનો કસ્ટોડિયન / ટ્રસ્ટી છે. કાયદેસરનો માલિક તે વ્યક્તિ છે કે જે વારસાઈ કાયદા હેઠળ કાનૂની વારસદાર છે અને માન્ય વિલના કિસ્સામાં વિલ હેઠળના લાભાર્થીઓ. 🟨 બધી મિલકતોના સંદર્ભમાં એક વિલ બનાવવું હંમેશા સલાહભર્યું છે કારણકે તેને લીધે કોઈ પણ વ્યક્તિ પોતાની ઇરછા મુજબના લાભાર્થીઓને આ સંપતિ આપી શકે. 🟨 કાયદેસર, સરળતાથી અને અસરકારક રીતે તમારા વારસદારોને સંપતિ આપવાનું આયોજન કરવા માટે માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ : +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૯૩૭૬૯ ૬૨૨૪૪ ઈમેઈલ : vrm@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ સંબંધિત કાયદાની અમારી સમજ પર આધારિત છે. કૃપા કરીને યોગ્ય વ્યાવસાયિકની સલાહ લેવી.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ટેક્ષમાંથી કપાત બાદ લેવા માટેની છેલ્લી તારીખ, ૩૧ માર્ચ ૨૦૨૧ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ટેક્ષમાંથી કપાત બાદ લેવા માટેની છેલ્લી તારીખ, ૩૧ માર્ચ ૨૦૨૧ છે. ટેક્ષમાંથી નીચે મુજબની કપાત બાદ લેવા માટે ઝડપથી કાર્યવાહી કરો… ➡️ આકર્ષક વળતર માટે મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) માં રોકાણ કરો અને આવકવેરા હેઠળ રૂ.૧.૫૦ લાખ (૮૦ સી હેઠળ) ની કપાત બાદ મેળવો. ➡️ રૂ. ૧. ૫૦ લાખ (૮૦ સી હેઠળ) સુધીનું પ્રીમિયમ બાદ મેળવવા માટે જીવન વીમા પોલિસી દ્વારા આપ અને આપના પરિવાર (જીવનસાથી અને બાળકો) નો વીમો લેવો. ટેક્ષની બચત માટે આકર્ષક વીમા પોલિસી ઉપલબ્ધ છે:૫% થી ૬% ની રેન્જમાં નિશ્ચિત કરમુક્ત વળતર સાથેની વીમા પોલિસી ૫૦ વર્ષ સુધીના લાંબા ગાળા માટે મફત વીમા સાથે. ◾ સિંગલ વીમા પ્રીમિયમની પોલિસીની ચુકવણી કરો અને મેળવો ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં નિશ્ચિત ૫.૫૪% થી ૫.૭૦% ની રેન્જમાં કરમુક્ત વળતર. ➡️ આપ અને આપના કુટુંબ (માતાપિતા, જીવનસાથી અને આશ્રિત બાળકો) માટે આરોગ્ય વીમા પોલીસીના પ્રીમિયમની ચુકવણી કરો અને મેળવો (૮૦ ડી) હેઠળ રૂ. ૨૫૦૦૦ અથવા રૂ. ૫૦૦૦૦ (વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં) સુધીની ચૂકવવામાં આવેલા પ્રીમિયમની કપાત. ➡️ રૂ. ૫૦૦૦૦ (૮૦ સીસીડી) ની વધારાની કપાત મેળવવા માટે નેશનલ પેન્શન યોજનામાં રોકાણ કરો. સંપર્ક કરો: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯, ૭૩૮૩૫ ૩૦૬૧૯ ઇમેલ: vrm@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને #AshutoshFinserv યુ–ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook, Instagram , Youtube , Twitter અને Linkedin અમને ફોલો કરો.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ દરેક માટે ઇન્કમ ટેક્ષ કાયદામાં ફેરફાર અંગેની ખુબ અગત્યની જાણકારી

ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ દરેક માટે ઇન્કમ ટેક્ષ કાયદામાં ફેરફાર અંગેની ખુબ અગત્યની જાણકારી નાણાકીય ખરડો ૨૦૨૧ માં આવકવેરા કાયદાના ચેરીટેબલ ટ્રસ્ટના સંદર્ભમાં મહત્વના સુધારા ૦૧ એપ્રિલ ૨૦૨૧થી, નીચે મુજબના સુચવેલ છે: ➡️ ચેરિટેબલ ટ્રસ્ટ્સ “કોર્પસ ડોનેશન” તરીકે દાન સ્વીકારે છે જેને આવક તરીકે ગણવામાં આવતું નથી અને તેથી આ દાનને કરમુક્ત આવક તરીકે દાવો કરવા માટે ટ્રસ્ટના હેતુ માટે ખર્ચ (આવક ઉપયોગ) કરવાની જવાબદારી નથી. સૂચિત સુધારાઓ હેઠળ કરમુક્ત આવક “કોર્પસ ડોનેશન” તરીકે દાવો કરાયેલા તમામ “કોર્પસ ડોનેશન” ની રકમનું આવકવેરા કાયદાની કલમ 11(5) મુજબ એક અથવા વધારે જગ્યાએ ડીપોઝીટ અથવા રોકાણ કરવું પડશે. જો ઉપર જણાવેલ કલમ 11(5) ના રોકાણોમાં “કોર્પસ ડોનેશન” ની રકમનું રોકાણ ન કરાય તો “કોર્પસ ડોનેશન” ને કરમુક્ત આવક તરીકે ગણવામાં આવશે નહીં. ➡️ સૂચિત સુધારાઓ હેઠળ એકવાર દાન માટે “કોર્પસ ડોનેશન” હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યાર બાદ આ ભંડોળમાંથી ટ્રસ્ટના હેતુ માટે ખર્ચવામાં આવેલી કોઈપણ રકમ (આવકનો ઉપયોગ) આવકની વપરાશ તરીકે માન્ય રહેશે નહીં. આ “કોર્પસ ડોનેશન” કરપાત્ર થઈ જાય છે તેથી ટ્રસ્ટે આ “કોર્પસ ડોનેશન” ઉપર ઇન્કમ ટેક્ષ ભરવો પડશે. ➡️ સૂચિત સુધારાઓ હેઠળ જયારે ટ્રસ્ટ *કોર્પસ ડોનેશનની રકમ આવકવેરા કાયદાની કલમ 11(5) મુજબ જમા કરે અથવા રોકાણ કરે ત્યારે આવી રકમનું રોકાણ કરવામાં આવેલી રકમ (આવકનો ઉપયોગ) ટ્રસ્ટના હેતુ માટે ઉપયોગ થયેલ ગણાશે. પરંતુ જે ઇન્કમ ટેક્ષ આગળ ભરેલ હશે તે રીફંડ મળશે નહિ. ➡️ જયારે ટ્રસ્ટે વર્ષ દરમ્યાન આવક કરતા વધારે ખર્ચ કરેલ હોય ત્યારે “આવક કરતા વધારે વાપરેલ રકમ”ને આગળના વર્ષમાં ખેંચવાની મંજુરી આપવામાં આવી હતી. સૂચિત સુધારાઓ હેઠળ ટ્રસ્ટ ચાલુ વર્ષની “આવક કરતા વધારે વાપરેલ રકમ” અથવા ખાધ ને હવે પછીના વર્ષની આવકની સામે બાદ લઇ શકશે નહિ. તેમજ અગાઉના વર્ષની ખાધ જે આગળ ના વર્ષથી ખેંચાઈ આવેલ છે તે પણ બાદ લઇ શકાશે નહિ. ➡️ જયારે ટ્રસ્ટ ઉધાર રકમ (લોન) લઇને તેને ટ્રસ્ટના હેતુ માટે વાપરતું હતું ત્યારે તેને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે દર્શાવવામાં આવતું હતું અને જયારે ટ્રસ્ટ દ્વારા ઉધાર રકમ (લોન) પરત કરવામાં આવતી હતી ત્યારે ફરીથી તે રકમને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે દર્શાવવામાં આવતી હતી. સૂચિત સુધારાઓ હેઠળ જ્યારે ટ્રસ્ટ ઉધાર રકમ (લોન) લઇને તેને ટ્રસ્ટના હેતુ માટે વાપરશે ત્યારે ટ્રસ્ટ તેને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે ગણી શકશે નહિ. જયારે ટ્રસ્ટ જેટલી ઉધાર રકમ (લોન) પરત કરશે ત્યારે ટ્રસ્ટ તેટલી રકમને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે ગણી શકશે. Contact: +91 93769 62244 Email: lawserve@ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv at Facebook, Instagram , Youtube , Twitter & Linkedin to receive all the latest information from finance world.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

ટીસીએસ ની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો

  • ટીસીએસ કઈ રકમ પર લાગે છે?
ટીસીએસ ૫૦ લાખથી ઉપરની રકમ ઉપર જ લેવાનો છે એટલે કે કોઈ એક વ્યક્તિ પાસેથી માલના વેચાણ પેટે નાણાંકીય વર્ષ દરમ્યાન ૬૦ લાખ મળે તો ૫૦ લાખ બાદ કરીને ૧૦ લાખના ૦.૦૭૫% લેવાનો છે અને ૫૦ લાખથી રકમ વધે પછી દર મહીને મળેલ રકમ ઉપર ટીસીએસ ભરવાનો રહેશે. તા. ૦૧/૧૦/૨૦૨૦ પહેલા રૂ. ૫૦ લાખથી વધારેના માલનું વેચાણ કરેલું હોય (બીલ બનેલું હોય) અને તેનું પેમેન્ટ તારીખ ૦૧/૧૦/૨૦૨૦ પછી મળે તો પણ તેના ઉપર ૦.૦૭૫% ટીસીએસ કરવાનો થાય છે. ઉદા. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી રૂ, ૫૦ લાખથી ઓછું વેચાણ કરેલ હોય તો:
તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૩૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૨૫ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૩૦ લાખ
ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૬૫ (૩૫ + ૩૦ લાખ)  લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી ઉભી થશે. હવે જયારે બધીજ રકમ એટલે કે કુલ રૂ. ૬૫ લાખ મળી જશે ત્યારે રૂ. ૧૫ લાખ ની રકમ પર (રૂ. ૬૫ લાખ – રૂ. ૫૦ લાખ [ટીસીએસની કપાત માટેની મર્યાદા]) ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે. ઉદા. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી રૂ, ૫૦ લાખથી વધારે વેચાણ કરેલ હોય તો:
તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૬૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૩૦ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૨૦ લાખ
ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૮૫ લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી ઉભી થશે. દા.ત. રૂ. ૮૫ લાખ – રૂ. ૫૦ લાખ (ટીસીએસની કપાત માટેની મર્યાદા) = રૂ. ૩૫ લાખ ની રકમ. હવે જયારે ખરીદનાર પાસેથી બધી રકમ મળે ત્યારે રૂ. ૩૫ લાખ પર ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.  ઉદા.  તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી ખરીદનાર પાસેથી રૂ, ૫૦ લાખથી વધારે ની રકમ મળેલ હોય તો:
તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૬૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૫૫ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૨૦ લાખ
 ટીસીએસની જોગવાઈ તા. ૦૧/૧૦/૨૦૨૦ થી અમલી બનેલ હોય આ તારીખ પહેલા જે રકમ મળેલ હોય તેના પર ટીસીએસની લેવાનો થતો નથી. ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૮૫ લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી નીચે મુજબ ઉભી થશે. દા.ત. રૂ. ૮૫ લાખ(૬૫+૨૦) – રૂ. ૫૫ લાખ (તા. ૦૧/૧૦/૨૦૨૦ પહેલા મળેલ રકમ) = રૂ. ૩૦ લાખ ની રકમ જયારે ખરીદનાર પાસેથી મળે ત્યારે રૂ. ૩૦  લાખ પર ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.
  • ટીસીએસ જીએસટી (GST) સહીત ની રકમ પર કે જીએસટી(GST) વગર ની રકમ પર લેવાનો રહેશે?
ઇન્કમટેક્ષ દ્વારા આપવામાં આવેલ FAQ પ્રમાણે ટીસીએસ જીએટી(GST) સહીત ની રકમ પર લેવાનો રહેશે.
  • કયા પ્રકારના વ્યવહારો પર ટીસીએસ લેવાનો થશે નહિ?
એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના વ્યવહારો તથા કાયદાની અન્ય કોઈ કલમ હેઠળ પાર્ટીનો ટીડીએસ કાપવાનો થતો હોય અથવા ટીસીએસ કલેક્ટ કરવાનો થતો હોય તો તેના ઉપર ટીસીએસ લેવાનો થશે નહી.
  • ટીસીએસ ની રકમ જમા ક્યારે કરવાની થશે?
આ ટીસીએસની ૦.0૭૫% લેખે જે રકમ મળે તે જે મહિનામાં પેમેન્ટ મળ્યું હોય તેના પછીના મહિનાની ૭ તારીખ પહેલા સરકારમાં જમા કરાવવાના રહેશે અને તેનું ત્રિમાસિક પત્રક ફોર્મ નં. 27EQ માં ભરવાનું રહેશે.
  • પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે PAN ના હોય તો ટીસીએસની શું જવાબદારી થાશે?
કલમ ૨૦૬C (૧H) પ્રમાણે જો પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે PAN નંબર ના હોય તો પેમેન્ટ મળે તે રકમના ૧ % લેખે ટીસીએસ લેવાનો રહેશે.
  • ટીસીએસની રકમ ખરીદનાર પાસેથી કેવી રીતે અને ક્યારે વસુલ કરવી?
ટીસીએસની રકમ ખરીદનાર પાસેથી વસુલ કરવા માટે નીચે મુજબના બે વિકલ્પ ઉપલબ્ધ છે. (1) વેચનાર દ્વારા ટીસીએસની રકમ સીધી વેચાણ ના બીલ માં જ ઉમેરી દેવામાં  આવે. (2) વેચનાર દ્વારા ટીસીએસની રકમની ડેબીટ નોટ ખરીદનાર ને આપવામાં આવે. વધુ વિગત માટે સંપર્ક કરો: મોબાઈલ નં. +૯૧ ૯૩૭૬૯ ૬૨૨૪૪ / ૭૦૪૩૫ ૨૪૨૪૨ ઈમેઈલ : lawserve@ashutoshfinserv.com અમોને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Ashutoshfinserv  યુ –ટ્યુબ ચેનલ અને FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDINઅમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
Income Tax And Estate Planning Services View Blogs in Gujarati

ટેક્સ કલેકટેડ એટ સોર્સ (TCS) ની તા. ૦૧/૧૦/૨૦૨૦ થી લાગુ થયેલ જોગવાઈ ની સરળ સમજણ

ઇન્કમટેક્સ કાયદા હેઠળ ત્રણ પ્રકારના વ્યવહારો માં TCS ની જોગવાઈઓં લાગુ કરવામાં આવેલ છે. TCS ની જોગવાઈઓ જે કોઈ રકમની ચુકવણી કરવામાં આવે તેના પર લાગુ પડશે એટલે કે ચુકવણી ની રકમમાં TCS ની જે – તે  ટકાવારી મુજબની રકમ ઉમેરી આપવાની રહેશે. TCS તરીકે લેવામાં આવતી રકમ જેમણે ચૂકવેલ હોય તેને TDS ની જેમ પોતાને ભરવાના થતા ઇન્કમટેક્ષ સામે ટેક્સ બાદ મળી જાય છે. TCS અંગે એવી ગેરસમજણ પ્રવર્તી રહેલ છે કે TCS ને લીધે વધારાની ઇન્કમટેક્ષ ની જવાબદારી ઉભી થયેલ છે પણ હકીકતે ઇન્કમટેક્ષ વિભાગ આ પ્રકારના નાણાંકીય વ્યવહારો ઉપર નજર રાખવા માટે આ જોગવાઈ અમલમાં લાવેલ છે. TCS ભરવાપાત્ર ટેક્સમાંથી બાદ મળી જતો હોય વધારાની ટેક્સ ની જવાબદારી ઉભી થતી નથી. આ નવી આવેલી ટીસીએસની જોગવાઇઓની વિસ્તૃત સમજણ નીચે મુજબ આપેલી છે. (અ)રૂ. ૫૦ લાખથી વધારેના માલના વેચાણ ઉપર કરવામાં આવેલ ટીસીએસની જોગવાઈ પાછલા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન આપની પેઢીનુ વાર્ષિક ટર્નઓવર ૧૦ કરોડ થી વધારે હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ એક પાર્ટીને તમે રૂ. ૫૦ લાખથી વધુનું વેચાણ કરેલ હોય અને તેનું પેમેન્ટ તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી મળેલ હોય ત્યારે રૂ. ૫૦ લાખથી ઉપરની જે રકમ મળે તેના પર ૦.૦૭૫% (તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી ૦.૦૭૫% ત્યારબાદ ૦.૧%)  ટીસીએસ ઉમેરીને પેમેન્ટ લેવાનું રહેશે એટલે કે રૂ. ૫૦ લાખથી વધારે નું વેચાણ કોઈ એક પાર્ટી ને કરેલ હોય તો જ આ જોગવાઈ લાગુ પડશે અને ટીસીએસ ની ગણતરી માટેની રૂ. ૫૦ લાખની મર્યાદા આખા નાણાંકીય વર્ષ માટેની છે .એક બાબત અંગે ખાસ ધ્યાન દોરવાનું કે ટીસીએસ ભરવાની જવાબદારી બીલ બને ત્યારે નથી પણ પેમેન્ટ મળે ત્યારે ઉભી થાય છે. માલના વેચાણ પર ટીસીએસની જવાબદારી અંગેની વિસ્તૃત સમજણ આપવાના ભાગરૂપે અમોએ પ્રશ્ન જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો આપેલા છે જે નીચે મુજબની લીંક પર ઉપલબ્ધ છે. લીંક: https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2020/10/TCS-FAQs-in-Gujarati-Ashutosh-Financial-Services-Pvt.-Ltd.-1.pdf (બ)વિદેશ પ્રવાસના હેતુસર કરવામાં આવતા ખર્ચ પર ટીસીએસની કરવામાં આવેલી જોગવાઈ: વિદેશના પ્રવાસના હેતુસર ટ્રાવેલ, હોટેલ લોજિંગ તેમજ બોર્ડીંગ કે અન્ય ખર્ચનો સમાવેશ થતો હોય તેવા ઓવરસીઝ ટુર પ્રોગ્રામ, પેકેજ નું કોઈપણ ટુર ઓપરેટર દ્વારા વેચાણ કરવામાં આવે તો તેને ખરીદનાર પાસેથી વસુલ કરવામાં આવતી રકમ પર ૫% લેખે ટીસીએસની વસુલાત કરવાની રહેશે. (ક)વિદેશમાં નાણાં મોકલતા સમયે ટીસીએસની વસુલાત ની કરવામાં આવેલ જોગવાઈ : રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની લીબરલાઈઝડ રેમીટન્સ સ્કીમ(LRS) અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ એક નાણાંકીય વર્ષ દરમ્યાન વિદેશમાં રૂ. ૭ લાખથી વધુ રકમ રોકાણ, ગીફ્ટ અને મેઈન્ટેનન્સ પેટે મોકલવામાં આવે તો તેવી રેમીટન્સની રકમ પર ૫% ના દરે ટીસીએસની વસુલાત કરવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અમુક સમાચાર માધ્યમો માં આ TCS ની જોગવાઈઓં નોન રેસીડેન્ટ ઇન્ડિયન(NRI) ને લાગુ પડશે તેવું પ્રકાશિત કરવામાં આવ્યું છે જે અંગે ધ્યાન દોરવાનું કે હકીકતમાં આ જોગવાઈ ફક્ત રહેવાસી ભારતીયોને જ લાગુ પડશે કે જેમાં લીબરલાઈઝડ રેમીટન્સ સ્કીમ(LRS) અંતર્ગત બહાર નાણાં મોકલાવવામાં આવે છે.  નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) તેમની ૧ મિલિયન ડોલર ની સ્કીમ અંતર્ગત અને NRO ખાતા માંથી NRE ખાતા માં નાણાં ટ્રાન્સફર કરી અથવા NRE ખાતામાંથી સીધાજ વિદેશ નાણાં મોકલે તો તેમાં TCS વસુલવાની જોગવાઈ લાગુ પડતી નથી. વધુ વિગત માટે સંપર્ક કરો: મોબાઈલ નં. +૯૧ ૯૩૭૬૯ ૬૨૨૪૪ / ૭૦૪૩૫ ૨૪૨૪૨ ઈમેઈલ : lawserve@ashutoshfinserv.com અમોને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Ashutoshfinserv  યુ –ટ્યુબ ચેનલ અને FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDINઅમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.